કમ્ફર્ટ ઝોન માં થી બહાર નીકળવું છે.
સેલ ફોન માં થી બહાર નીકળવું છે.
વિચાર,વાણી, વ્યવહાર ને સમારી ,
ઈગો ટોન માં થી બહાર નીકળવું છે.
સ્વાસ્થ્ય, સમજણ,શાતા સુઘારી;
માયા વોલ માં થી બહાર નીકળવું છે.
ભેટવું છે કુટુંબ ને આખી વસુંધરા નાં,
અલોન માં થી બહાર નીકળવું છે.
મોજ થી ચાલીશ હું સ્પ્રિંટ મારી,
મેરેથોન માં થી બહાર નીકળવું છે.
જે નથી બોલાવતાં એને બોલાવી,
બોલકાં મૌન માં થી બહાર નીકળવું છે.
ગૃહસ્થી જ દેશે મોક્ષ બ્રમ્હચર્યનો,
દંભી પોર્નમાં થી બહાર નીકળવું છે.
મૂડ મર્કટ ની પુંછડી સરખી દબાવી ,
ઓફ ઓન માં થી બહાર નીકળવું છે.
~ મિત્તલ ખેતાણી
( ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી )
Leave a Reply