પ્રેમ છે તો પ્રેમનો ઈઝહાર કર,
દોસ્તીના હાથથી સત્કાર કર.
સો વખત અજમાવી લીધું છે હ્રદય,
હોય લાયક તો મને સ્વિકાર કર.
ક્રોધના માથે કદી મૂકી બરફ,
નફરતોના મ્હેંલને બિસ્માર કર.
ટાવરો ઊભા કરીને પ્રેમના,
ઈશ્કના નેટવર્કનો વિસ્તાર કર.
આસમાને ભાવ જઇ પ્હોચ્યા હવે,
ધીરે ધીરે તુ મને બેકાર કર.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply