કંટકોમાં જો… જગા કરવી પડે!
બાગની સાથે વફા કરવી પડે.
પ્રશ્નના ઉત્તર હવે તો આપવા,
ફેસબુક પર જઇ સજા કરવી પડે.
મૌનને કળવા ન ડીગ્રી જોઇએ,
વ્હેમ રૂપી આસ્થા કરવી પડે.
‘વેલકમ’ લખ્યું હો ત્યાં થોભો જરા,
આ સમયમાં વ્યાખ્યા કરવી પડે.
લાભના અઢળક ખજાના હોય તો,
ઈશ્કમાં સો સો ખતા કરવી પડે.
દૂરના ડુંગર તો સુંદર લાગશે,
સાથ મેળવ્વા સભા કરવી પડે.
ઈશ્કમાં ‘સિદ્દીક’ કીડા મારવા,
આદતો ખાટી જરા કરવી પડે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply