સપનામાં તને મળું જ છું
હજું પ્રેમ તને કરું જ છું
થાય તુજ સમો ભાસ તો
એ રસ્તે હજું વળું જ છું
છે ડેમ આ મર્યાદાનો તોય
ચિત્તે તો ખળભળું જ છું
શોધું છું સૌમાં તને સતત
મને હું રોજ છળું જ છું
નાસ્તિક હું તો આસ્થા તું
તારાં મંદિરે તો લળું જ છું
સ્પ્રે શરીરે ને હસતું મોઢું છે
અંદર અંદર તો સડું જ છું
પહેરી માળા તે કોઈની તોય
તારી માળા રોજ કરું જ છું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply