જેવો છું એવો ધન્ય છું
હું હું જ છું ના અન્ય છું
પ્રકૃતિ રમાડે એનાં ખોળે
શહેરીઓ વચ્ચે વન્ય છું
સાથેનાં નું મૂલ્ય વધારું
છું અમૂલ્ય હું શૂન્ય છું
કોઈએ સાથે ના રાખ્યો
એટલે જ હું અનન્ય છું
હરીફ હું ને હું જ પરિક્ષા
ખુદનો ચીલો મૂર્ધન્ય છું
વિશ્વ ચલણે નથી ચાલતો
પ્રભુ દરબારે જ માન્ય છું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply