ઈ આંખોમા વસે તો ઠેઠ હૈયે વસવું જરૂરી છે
પ્રેમ સાચો હોય મનમાં, કાચ જેવું હસવું જરૂરી છે
હોય જો મીઠાસ હૈયામાં સતત ફેલાવો તમે જગમાં
ને તમારા દિલની સાથે સ્મિત હોઠે ધરવું જરૂરી છે
એક દરિયો કેટલી સરિતા સમાવે એની રગોમાં લઇ
પણ તરસ છીપાવવા મીઠી નદી સમ બનવું જરૂરી છે
સાંચને તો આચ નાં આવે કદી,એવું તથ્ય છે જગમાં
કોઇનું જો ઘર બચે તો એક જુઠ સચ ઠરવું જરૂરી છે
પ્રેમમાં ડૂબી ભૂલે રસ્તો તો બે કડવા શબ્દ પણ ક્હેજો
એક છેડે પ્હોચવા સામાં વહેણે તરવું જરૂરી છે
પોત શબ્દોનું છે ઝીણું તો જતન એનું કાયમી કરજો
પ્રેમ જેવી માવજત દઇ શબ્દનું ઘર સજવુ જરૂરી છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply