હું તમે મેળવું છું
અહેસાસ કરું છું,
અને તું મળી જાય છે.
ના આવકારો ના જાકારો,
તું વિના આમંત્રણ આવી જાય છે.
ક્યારેક ખુશીમાં તો દુઃખમાં પણ,
હું તને બોલાવું તું દેખાઈ જાય છે
ક્યારેક અવિરત વહી જાય છે.
ને ક્યારેક,
મારા મહી ઝલાઈ જાય છે.
તું ના હોય આંખમાં કે હૃદયમાં
તો બધા
પથ્થરમાં ગણાય જાય છે.
તું છે તો હું છું
તું આંખોમાં સમાઈ જાય છે
“આંસુ”
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply