તારી યાદ
હું તને કાલે પ્રેમ કરતી હતી, આજેય કરું છું
તારૂ સમીપ હોવું ક્યા જરૂરી રહ્યું છે ?
તારી હયાતીમાં હું તારામય હતી
આજે પણ તું યાદ આવતા અટકી જાઉં છું.
હા ! તારા સાથ મહી,
મનનો મોરલો કંઈક વઘુ ટહુકતો હતો,
ત્યારે દિવસ આખો સોનેરી રહેતો
ને રાત આખી મીઠી નીંદર રહેતી.
તારા સંગમાં નાં માન મોભાનો રંજ હતો
નાં ઊંચ નીચના ભાવ હતા.
બે પળમાં લઢવું તો પળભર માં દોસ્તી,
હા બધેજ મસ્તીની વસ્તી હતી.
તારા સાથમાં ખુલ્લી આંખોમાં
સપના જીવતા હતા
આજે બંધ આંખે આવતા સપનામાં તુ છે.
આજે શરીર સાથે ક્યાંક મન પણ તૂટે છે
જાણે પાનખરમાં પાંદડા તૂટે છે.
છતાય મારા મહી તારો અહેસાસ
મારા મનને જીવંત રાખે છે.
ઓ મારા બચપણ તું હજુય જીવંત છે
હા ! મારા મહી ….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply