હું સરી ગયેલા શમણાને વીણવા બેસું છું.
કેટલા ભાગ થયા? શોધવા બેસું છું.
ઘૂઘરાની ખનખનતી ઘુઘરીઓમાં,
માના હાલરડાની હેલીઓમાં,
બાપુની તબડક ઘોડાની પીઠ ઉપર હું ખોળું છું.
સહિયારોના સાથમાં, પાંચીકાના અવાજમાં
ગોરમાં નાં પુજનમાં, સઘળી ધમાચકડીમાં,
મેળાની ચકરડીઓ મહી, હું ગોળગોળ ઘુમઉં છું.
વસંતના ઓવારણે એકાદી ટહુકો યાદ આવે,
મહેકતી રાતરાણીમાં, સળવળતી કોઈ યાદોમાં
વરસાદી સાંજે, એ મારી કોરી હથેળીમાં
સરી ગયેલા શમણાંઓ ને હું વીણવા બેસું છું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply