હું મને જીવું અને તું મને જીવે
એ બેવમાં ઝાઝો ફેર છે.
જો હું તને જીવીશ તો…
મારે ઘણી મઝા છે.
મનગમતું મન ભરીને માણીશ.
તું જો મને જીવશે તો?
મારે,
બસ તારુ આપેલું બધુજ
નનમસ્તક સ્વીકારવું રહ્યું,
ને વળાંકે વળાંકે બદલવું રહ્યું.
ઓરે જિંદગી! આજ ફર્ક છે,
હું ગમતું કરું, કે તું જે કરાવે તે કરુ.
હુ જીવું કે તુ જીવાડે તેમ જીવું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply