ઉંચો ટટ્ટાર હું હવામાં શોભતો
સહુથી અલગ માની આભમાં ઝૂલતો.
આ થોડા દિવસ બહુ સારું લાગ્યું
પછી એકલતામાં મન ભારી ભાસ્યું
શિયાળે તો સહુ ઘરમાં ભરાતા,
તહી ઉનાળે ખુલ્લી હવા માણતાં.
ચોમાસે કોઈ નાં બહાર ભટકે,
ત્યાં કોણ આવીને અહી અટકે?
હમણા થી બહુ સારું લાગે છે,
રોજ રાત્રે કોઈ આવતું ભાસે છે.
નજર નીચી કરી જોવા બેઠો,
મારા પ્રકાશે બાળક વાંચતો દીઠો.
એકલો બાળ આજ પોતાનો લાગ્યો.
થાંભલો બની જીવનનો રંગ રાખ્યો.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply