હું જો કરું કોઈ એક ગુનો અને તું લજ્જા અનુભવે
જીવન આખું તપતા રહીને, શીતળતા અર્પે અનુભવે.
અંધારા અને અજવાળા, એ કાયમના મહેમાન નથી,
દુઃખને હસતાં રહી પછાડવું, એ સહેલો રસ્તો સૂચવે.
વાણી અને વર્તન, સાચું ખોટું, સર્વે ઝગડાનું કારણ છે,
જીતશે જગને જિહવા મીઠી, એ શીખવી મનને રીઝવે.
જગત દેશે જ્યારે માન પ્રેમ, ત્યારે દુરથી લેશે બલાઓ,
સંકટ આવે, તેને હરવા તું પ્રભુને પાલવ પ્રસારી વિનવે
અફસોસ રહેશે એ હરેક માટે જે તને વિસારી જીવશે
“મા’ થકી જીવન મળ્યું, તેને ના જીવનમાં વિસરે સર્વે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply