હું ધરા,
ધરાને મળીશ ક્યારે?
ઉચેથી આભ ત્રાટકે રાત દિન
નીચે લોકની વચમાં મારી તારી
નથી કોઈ જગાએ મારી મનમાની
હું ધરા, ધરાને મળીશ ક્યારે?
આભે પંખી ઉડે પાંખ પ્રસારી
મોટો ભાગ રોકી નદીઓ સમાણી
બાકી રહેલી જગામાં ખેચમતાણી
હું ધરા,
ધરાને મળીશ ક્યારે?
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply