હું એક દર્પણ …
ઝીલું ઘરતીને, હું ઝીલું ગગનને
બતાવું સુરજને, ને પકડું ચમકને હું એક દર્પણ …
ઝીલું ઘરતીને, હું ઝીલું ગગનને
ભરું ચાંદને મહી ઉમેરું સફેદીને
હું એક દર્પણ ….
સમાવું ચમનને, કેમ સમાવું ફોરમને ?
સમાવું તનને, કેમ દર્સાવું હું મનને ?
છાપું સઘળું કેમ સાચવું પ્રતિબિંબને ?
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply