હ્રદયમાં છે એની રજુઆત કર,
મહોબ્બતની પહેલાં શરૂઆત કર.
પ્રશંસાને હમણાં મરજીયાત કર,
ગઝલમાં તુ ચિંતન ફરજીયાત કર.
અહીં મૌન રહેવું, ગુનો છે સમજ,
ચડી છાપરે તુ કોઈ વાત કર.
કદમ કોઈ મહેમાન જો,થઈ પડે,
મધૂરા ઉમળકે મુલાકાત કર.
મુકદ્દરથી અઢળક મળી નૈ શકે !
ન દરિયાની સામે વલોપાત કર.
હવા એક અખબારને કહી ગઈ,
નવી એક અફવા છે પ્રખ્યાત કર.
લપાઈ તેં કર્યા ગનાહો ઘણાં,
હવે આંખે ચડ્યો કબૂલાત કર.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply