લગાગાગા, લગાગાગા, લગાગા:
હ્રદય-સાગરમાં તમ પ્હેલાં ઉતરજો,
પછી ઓળખ તમે વ્યક્તિની કરજો.
શું મંઝિલની તરફ રસ્તા જશે આ?
સમયને ઓળખી ગૂગલમાં ફરજો.
કદમ અટકી પડે ક્યારે સફરમાં,
ઘરેથી લઈને સરનામું નીકળજો.
અડકશો તો થશે સોનું જ સૌનું,
વિચારીને પ્રભુના જાપ કરજો.
વિના માંણસગિરિના આ નગરમાં,
ઘણા તૂટી ઉમળકાથી ન મળજો.
વિનંતી છે – તમે અંધારી રાતે,
પધારીને જરા થોડું મલકજો.
અહીં તત્પર છે, લેવા સેલ્ફી સૌ,
ઉદાસ આંખો તમે જૂઠું ન હસજો.
દશા, અંદાજ, મોસમ, સ્વાદ, ઈચ્છા,
તમે આ સૌની સાથે ના બદલજો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply