જો હોય તારો સાથ તો જીવનમાં કમી નથી
તારા વિના જીવનમાં ક્યાંય તો ખુશી નથી.
જીવતા રહેવા શ્વાસોને, લેવા કાઢવા પડે,
વાત એકની એક છે આમ કઈ જુદી નથી.
મંઝીલને પામવા ઘણી મહેનત કરવી પડે,
એમ વાટ સામે આવી વધાવવા ઉભી નથી.
મનાવો દિલથી તો દિલ જરૂર મનાઈ જાશે,
ફૂલ’સા હૈયામાં મહોબત કાયમ રૂઠી નથી.
ફેલાવો હાથ, ઈશ્વર મળશે બહુ સસ્તામાં.
પ્રાર્થનાઓની શક્તિ જે માગતા ખૂટી નથી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply