ઘરોની ચાવીઓ ખોવાઈ ગઇ છે,
હવે ઈન્સાનીયત ધોવાઈ ગઇ છે.
હતી સુફિયાણી વાતો જેના મુખ પર,
ચડીને મંચ પર બદલાઈ ગઇ છે.
સમયની અટકળો, હલચલને નીરખી,
ફળીની બારીઓ શરમાઈ ગઇ છે.
નવી મૌસમની ઝેરીલી પવનમાં,
મહોબ્બત વાસમાં ઘૂંટાઈ ગઇ છે.
ઉછેરી દીકરી, ધિરાણ કરતાં,
પહાડોની નજર ભીંજાઈ ગઇ છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply