હે, ખજૂરી – લોક, પડછાયો કરો,
આપણી ઓળખના, ગુમ નામો કરો.
લોકશાહી ફેસબુક છે, દેશની !
જેમ ચાહો એમ ટીકાઓ કરો.!
ઈશ્કથી જો, એક થઇ શકીએ અમે,
એક નહિ, પણ લાખ ઘટનાઓ કરો.
માણસાઈનું વસાવો એક, નગર,
પાસપાસે લાવીને, ગામો કરો.
માનવી કે’ છે કે મારૂં છે, જગત,
મોત કે’ છે, કે તમે દાવો કરો.
પારકી નજરે ચડી પૌરા જૂઓ,
એક ખુણે બેસીને પસ્તાવો કરો.
એમને ‘ સિદ્દીક ‘ સમજાયો નહીં,
જેમની આદત છે, વિખવાદો કરો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply