એ કહે ‘ આલીશાન ‘થઇ જાઉં,
હું ગઝલથી મહાન થઇ જાઉં.
એક જીદ છે,ધનિક ગણે અમને,
એ ચહે છે દુકાન થઇ જાઉં.
ભીંત ઘરની સુધાર માંગે છે,
વાત સુણવાના કાન થઇ જાઉં.
કોઈની જિંદગી બચાવી લઉં,
રણ મહિ જળનિશાન થઇ જાઉં.
એ ગુનાહગાર આંખ ઈચ્છે છે,
આજથી બેજુબાન થઇ જાઉં.
ઝૂંપડીને થયું નગર વચ્ચે,
હુંય વિકસી મકાન થઇ જાઉં.
શાંભળે ધ્યાન દઇને ‘સિદ્દીક’ને,
સત્યની એ અઝાન થઇ જાઉં.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply