ભાષણોનું એ દાન આપે છે,
લોક સમજે છે, જ્ઞાન આપે છે.
ખૂબ સૂંદર વિધાન આપે છે,
જાણે પાકી જબાન આપે છે.
બાળકોને ખબર નથી એની,
સરહદો જે જવાન આપે છે.
લાલચે કહ્યું : પક્ષમાં જોડાવો,
જે બધાને મકાન આપે છે.
સાવ બ્હેરો છે પણ કદી ક્યારે,
વાત શાંભળવા કાન આપે છે.
દ્વારના ફૂલછોડ હંમેશાં,
સૌને ઈઝઝત સમાન આપે છે.
માણસાઈ અને , મહોબતની,
રોજ ‘ સિદ્દીક’ અઝાન આપે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply