હસવા રડવા વચ્ચે સંઘરેલી ક્ષણો એ તારું બાળપણ
આડંબરથી કોસો દુર ઉછળતું હતું એ તારું બાળપણ.
નિષ્ઠુર કોણ અચાનક આવી એ હાથ પગ બાંધી ગયું
ને બાળ મજુરી નામનો કાંટાળો મુગટ પહેરાવી ગયું
ગમો અણગમો ભૂલી કામમાં જોતરાયું તારું બાળપણ
ફૂલ પતંગિયુ, હવા ઉજાસ જાણે એ સપનું બની ગયું
માવા મીઠાઈની વાત છોડો રોટલામાં બધું મળી ગયું.
દિવસ રાતની મજુરીમાં પરસેવે નીતર્યું તારું બાળપણ.
જાતજાતના નારાઓથી ટોળું બાળદિનને ગજાવી ગયું
નિરાશા ભરી બે આંખોમાં જરાક સપનાઓ ભરી ગયું
ફરી એજ જુઠા વાયાદા હેઠળ કચરાયું તારું બાળપણ.
ઓ બાળક! હું ક્યાંથી લાવું પાછું, મીઠું તારું બાળપણ
આડંબરથી કોસો દુર જે ઉછળતું હતું એ તારું બાળપણ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply