હમેશાં મુખવટાની આડ લઇ સુખ દુખ છુપાવે છે ચહેરો
હસીની ઓથ લઇ કાયમ દિલે આનંદ આપે છે ચહેરો
સદા પ્રેમાળ ભાવેએ બધાની માવજત દિલથી કરે છે .
જરા વાંકી નજર જોતા જ કાતિલતા બતાવે છે ચહેરો
ખુશી જો હોય તો વિહવળ બની દીવાનગી દે છે ચહેરો
વિરહમાં આંસુથી તરબોળ શમણાને સજાવે છે ચહેરો
બની ભોળૉ મહોબતમાં જિગર આખું ભેલાડી જાય છે
કદી ચાલાક થઇને ભરબજારે હાથ ઝાલે છે ચહેરો
ભરે ક્યારે ઉદાસી સાથ આખો દાયરો આંખો મહી
કદી તો લોકની ટીકા, છતા દિલથી હસાવે છે ચહેરો
કરો બસ યાદ સહુ એની હયાતીમાં ચહેરે સ્મિત રાખી
મર્યા ને બાદ બસ ફોટો બની કેવો રડાવે છે ચહેરો
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply