ગુરુજી
તું અભય વરદાન છો
તું મારુ અભિમાન છો
ટકાવ્યું કાયમ, તું સ્વાભિમાન છો
તારી મારી પ્રીતડી નિરાળી
તું મૃત્યુ પર્યંત ને આજીવન છો
રડવા બેઠો હોય ત્યારે તું હાસ્યની હેલી
અનીતિથી કાયમ ફગાવ્યો, તું બેલી
સત્ય, પ્રેમ, કરુણાનો માર્ગ બતાવ્યો
મોક્ષ પંથે દોડાવ્યો, અવગુણો હડસેલી
તું મારો જય, તું જ મારો પ્રાણ છો
ચોતરફથી રહું ઘેરાયેલો ને સતત
વિઘ્નો-દુશ્મનોને હર્યા તે, જાણે સાવ રમત
કટાણું પણ તે સાચવ્યું, સાચવ્યો મારો દરેક વખત
નખ શિખથી તું ક્યાં હટતો, મારુ નામ જ છે ફકત
તું મારી આન, બાન ને શાન છો
મારો સુર,લય ને તાન છો
મિત્ર જીગરજાન છો
ભૂલ-પાપ કરું તો ખીજા ખૂબ આકરો બાપ સમ
પણ છેલ્લે, તું જ બચાવતો,મા નો અવતાર છો
તું ખુમારી છો, ખાલીપાંની ભરતી છો
તારી શરણે આવી ગ્યાં, તું જ નીતિ છો
કર્મયોગનાં પાથેય પાયાં, સેવાની ગળથુથી પાઇ
તું જ દરેક રીતિ ને તું જ પ્રીતિ છો
ગુરુજી
તું અભય વરદાન છો
હાલતાં ચાલતાં, લખણે મૂર્છિત થતાં મુજને
સતત સંજીવની લ્યાવતાં હનુમાન છો
તારી ભરોસે ભીડાઈ ને જીતું જાઉં રાવણો ને પણ
તું સાક્ષાત રામ ભગવાન છો
ગુરુજી
તું અભય વરદાન છો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply