જાત ધીમે, અનાજ બદલે છે,
ને, ઝડપથી સમાજ બદલે છે.
મેં જ ‘નેતા’ પસંદ કરેલો, જે,
મંચ પર જઇ અવાજ બદલે છે.
હાથ ટૂંકો પડે જ્યાં પીડાનો,
ત્યાં, હવાઓ રિવાજ બદલે છે.
દ્વારે દ્વારે ફકીર સરખા છે,
ભૂખ તો ફકત સાજ બદલે છે.
હા, રીઝવ્વા ખરીદનારાને,
એક કિરદાર તાજ બદલે છે.
રોગ કરતાં તબીબ રોગીને,
નાથવાના ઈલાજ બદલે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply