ગોવિંદનાં સ્વરૂપથી અન્ય નથી હોતું
ગુરુરૂપ ક્યારેય સામાન્ય નથી હોતું
જંગલિયત જોવાં મળે છે મનુષ્યોમાં
વન્ય જીવન સ્વભાવે વન્ય નથી હોતું
વ્યાખ્યાઓ બદલાય છે જરૂર મુજબ
સાંપ્રત ધન્ય દરેક યુગે ધન્ય નથી હોતું
હંગામી જેવું નથી કાયમી જગમાં કશું
કોઈ સદા ગણ્ય કે નગણ્ય નથી હોતું
ક્યાં મેળવે કે છીનવે છે સ્થાન પોતાનું
મૂલ્ય શૂન્યનું સદાય શૂન્ય નથી હોતું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply