એક ઘાતક જેલ ચણી, જાતે મારી આંખમાં
એક સૃષ્ટિ આખી કેદ કરી જાતે મારી આંખમાં.
સપના સાથે ઈચ્છાઓ સહુને એક સાથ ભર્યા
સુખ દુઃખની ગાંસડી ભરી જાતે મારી આંખમાં.
કોણ આવ્યું ને રહી ગયું, નાં એનો હિસાબ રહ્યો
આંસુથી સઘળું સરભર પછી જાતે મારી આંખમાં.
આજ સાથે ભૂતકાળને આંખોમાં કારાવાસ દીધો,
બેઉને સાથે રાખી સજા સહી જાતે મારી આંખમાં.
ખુલ્લી આંખે જોયા બધા દ્રશ્ય જે ઝલાઈ ગયા,
સપનાઓ વટાવે સીમા ખરી, જાતે મારી આંખમાં.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply