ઘણા વર્ષો પછી એનો અચાનક ફોન આવ્યો,
ઔપચારિકતાને વચમાં રાખી
કેમ છે? શું કરે છે?
અને પછી હું યાદ તો છું ને”?
વાતચીતના દોરને હાથમાં લેતા એ બોલ્યો.
હા કેમ નહિ! એમ તો ક્યા કશું ભૂલાય છે.
હળવાશ રાખી મે જવાબ વાળ્યો.
પણ શું મન હળવું હતું ખરું?
ત્યાંજ તો એ આગળ બોલ્યો …
” મને હતું જ કે તું મને ભૂલે નહિ,
હું ભૂલાય તેવો છું પણ નહિ”.
હા ક્યાંથી ભૂલાય એ સમયને, એ સાથીને.
જરૂરિયાતની વસમી વેળાએ
જેણે બહુ ક્રુરતાથી જેણે છેહ દીધો.”
મારા વળતા જવાબે
તેનો બધોજ ગર્વ ઉતારી નાખ્યો હશે.
“બસ તો આવજે” કહી.
હળવા મને,
ક્રેડલને ચૂમવા, ખુશીના આંસુ સાથે,
ફોન નીચે મુક્યો.
કોઈ પણ ઔપચારિકતા વિના.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply