કદી કદી ઘર બહાર નીકળો,
નવા નવા લઇ વિચાર નીકળો.
નકાર ચેહરાની શેરીઓમાં,
કરીને સોબત હકાર નીકળો.
નવી નવી આંધીઓની સામે,
અડગ રહી આરપાર નીકળો.
મદદની આશા કરે છે સત્તા,
દિવસનો લૈને પગાર નીકળો.
કહી રહ્યો આજ અમને સૂરજ,
સદાય કરતાં પ્રચાર નીકળો.
નવા નવા રંગ રૂપ લઇને,
નગરને કરતા પ્રહાર નીકળો !
તમામ ‘સિદ્દીક’ કહી રહ્યા છે,
નવી ગઝલ લઇ બજાર નીકળો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply