ગઝલ તો હું લખું છું,
ભલે પસ્તિ કરૂં છું.
” સુણો તાજી ગઝલ છે”;
ઘણી વખતે સુણું છું.
કહ્યું પાડોશ-જનને,
હું બાજુમાં રહું છું.
હંમેશાં જૂઠ બોલી,
વતન-સેવા કરૂં છું.
ગરીબી-વ્રુક્ષ છું હું,
રહી રાતો-હસું છું.
જીવું છું ને મરૂં છું,
મરીને પણ જીવું છું.
નવા સૂરજ ઊગાડે,
હૂં અંધારું કરૂં છું.
ધરમની વાંસળીથી,
કદમને છેતરૂં છું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply