ગમતી બધી ક્ષણો મહી નાં સઘળું ગમતું જાય છે.
બાળક જેવા બનીએ, મન આપણું રમતું જાય છે
ભૂલો બીજાની ભૂલવી આ વાત જો સચવાય છે
તો હરેક દિલમાં આપણું ઠેકાણું જડતું જાય છે
હિજરાતી પળોમાં પણ મિલનનો મહિમા ગવાય છે
સુખ દુઃખના દરિયામાં મન આપણું હસતું જાય છે
રસ્તાઓ મળતાં જશે જેને સમજણ સાથે પ્રીત છે
ઘીરજ સાથે શોધખોળ મહી સધળું મળતું જાય છે.
ઢળતાં ઢોળાવે વહેતા પાણી, ડુંગર આભે ખેચાય છે.
જોઈ કુદરતની આ કરામત મસ્તક નમતું જાય છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply