ગમતા પડાવો પણ જતા કરવા પડ્યા
કેડીથી રસ્તો જ્યાં થયો, ફાંટા પડ્યા
ખાલી ખૂણો રાખ્યો, તો સધ્ધર થઈ ગયા
સંવાદના, ફરિયાદના પડઘા પડ્યા
મોંઘુ પડ્યું છે પારદર્શી થઈ જવું
લીધા-દીધાના દાખલા ગણવા પડ્યા
તાજા વિચારો રાખવા કારણ મળ્યું
પાણીને વહેવા ક્યાંય ના વાંધા પડ્યા
મોટા થવાની વારતાઓ ના કરે
કૂંપળના માટે પાંદડા પીળા પડ્યા
તરણાં મઢેલી ઝૂંપડી શીળી રહી
હથિયાર તડકાના બધા ટાંચા પડ્યા
રસ્તા વિશે ન્હોતી ખબર એવું ન’તું
ખુદનું જ ગાણું ગાવામાં ભૂલા પડ્યા
~ લક્ષ્મી ડોબરિયા.
Leave a Reply