ગગન આખું ભરી લઉં એક થેલીમાં
પછી વરસાદને લઇં લઉં હથેળીમાં
બધું ભીનાશથી લથપથને આ ધર કોરું
પડે વરસાદ બ્હારે જઇને શેરીમાં
કશું પણ હું નહી આપું તરસ વિના
જો સામેથી તું માંગે દઉં હું હેલીમાં
ભમરના પંથ પર જાવા નહી દઉં હું
રહે મઘમઘતાં ફૂલો મારી વેણીમાં
નદી પર્વત હવે લાગે છે સૌ નાનાં
બધા સુખ આભ સરખાં હોય ડેલીમાં
ગણી જ્યારે ગઝલને મારી સ્હેલી મેં
તેં ટાંક્યો પ્રેમનો ચંદરવો મેડીમાં
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply