ગામથી મોટા નગરમાં બાળકો ફરવા ગયા,
મારા જેવા કૈ કવિઓ હાટને જોવા ગયા.
કેટલા ફાડીને છેડો ઘર ભણી આવી ગયા,
કેટલા ઝખ્મી થયા તો ઈશ્કને રોવા ગયા.
ભીડમાં ખીસ્સા કપાયા,ને મળ્યા ના પાકીટો,
જેકમાયા ના હતા દિનમાં એ સૌ ખોવા ગયા.
મેં કહ્યુ કે દર્દના ભીના અવાજો ક્યાં ગયા ?
આ નગર ના રાશ આવ્યું તો બધા ગોવા ગયા.
ફોન કર્યું તો કહ્યું ‘ આવો ઘરે છું ‘ દોસ્તો !,
‘મન’નહીં લાગ્યું અમે જ્યાં શોખથી મળવા ગયા.
કૈ’ રીતે રોકી શકું મારા સ્મરણને હે, સખી !
એક બીજાના થવા ક્યાં ક્યાં અમે લડવા ગયા ?
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply