ફેબ્રુઆરીની ગાત્રો થિજાવતી ઠંડીની કુખે
કોણ જાણે ક્યાંથી
વસંત જન્મી આવી.
જોઈ સહુ કોઈ બોલ્યાં ,
આતો આજ સુધીનો રેકોર્ડ તૂટ્યો,
તો કોઈ કહે આ ગ્લોબલ વોર્મિંગ.
પાનખરમાં ઠુંઠવાઇ ગયેલાં વૃક્ષો ,
પાન વિનાની અબુધ ડાળીઓ
એ બધા સમજ્યાં લો વસંત આવી.
ડાળડાળ કૂંપળ ફૂટી, લીલુડી થઈ.
ત્યાં આજ અચાનક,
આભે થી બરફનો વરસાદ વરસ્યો,
ઘરમાં ફરી હીટર ધમધમી ઉઠ્યાં.
બિચારા વૃક્ષો અસહાય બની
લાચાર થઈ કુંપણને મરતી જોઈ રહ્યા.
હવે આમને કોઈ
કેલેન્ડરની તારીખો સમજાવે તો સારું.
આતો દર વર્ષનું રહ્યું “ગ્લોબલ વોર્મિંગ”.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply