દરેક ચેહરે ચેહરે સુવિચાર છે,
મુસાફરનો બસ એ જ આચાર છે.
પળેપળ બગડતા રહે છે, સબંધ,
મહોબ્બત હવે દોસ્ત, પડકાર છે.
જગત આખું નાનું થતું જાય છે,
અને દિલના પણ ટૂંકા વિસ્તાર છે.
વિચાર્યા વિના દોડતા, ઓફિસે,
ખબર ક્યાં છે? આજે રવિવાર છે.
ઘણાં આ નગરમાં અભણ છે,ખરૂં,
દરેક માનવી એક અખબાર છે.
મને ‘સ્વાઇન ફ્લુ’ શું થયું ‘ દોસ્તો’,
બધા છાપે છાપે સમાચાર છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply