જ્યારથી તેં નજર મિલાવી છે,
આંધીઓ પણ અનેક આવી છે.
તરફડે છે, ગલી ગલી પંખી,
મિત્રએ વાત શું ઉડાવી છે !!
દોસ્તો, દુશ્મનો મળે એવી,
આજ એવી ઘડીય આવી છે.
ઘર વસાવ્વાની વાત રાખીને,
એક બાપે કળી સજાવી છે.
લિંક પેપર થયું પછી જાણ્યું,
એક છાત્રા ખરીદી લાવી છે.
ઈશ્કનું મૂલ્ય જાંણ્વા કહ્યું,
ખાક મુઠ્ઠીમાં લઈ ઉડાવી છે.
એમ ‘ સિદ્દીક’ અમે હ્રદય જીત્યા,
દોસ્તી ફૂલ શી નિભાવી છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply