દુશ્મનોમાં પણ જરા વિશ્વાસ હોવો જોઈએ,
દોસ્તી કરવા તને એહસાસ હોવો જોઈએ.
હે ખુદા ! તારો અનુભવ તો કરે છે,બુધ્ધિ ઓ,
મૂર્ખ આ આંખો કહે,આભાસ હોવો જોઈએ.
આ ધરાવાળાને લાગી ભૂખ કે મંગળ ઉપર,
કોક દિ ફરવા જવા આવાસ હોવો જોઈએ.
લાજ ઢાંકીને ફરે છે હર્ષ ઘરથી નીકળે,
માન કોઈ વાતમાં નાપાસ હોવો જોઈએ.
આંખ કૈ જોતી નથી,ને કાન શાંભળતા નથી !
આ નવા વિસ્તારમાં, ઉપવાસ હોવો જોઇએ.
લાંચ કે સનમાન આપીને કહે ‘સિદ્દીક’ સૌ,
કામનો આ માનવી તો દાસ હોવો જોઈએ.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply