એક વાર ઘેરાયા તો વરસ્યા વિના છૂટકો નથી
હોય હૈયે પ્રેમ તો વહાવ્યા વિના છૂટકો નથી
મહોબ્બતમાં અમને ખુદ સામેથી લુંટી ગયા,
પામ્યા તમને એમ સમજાવ્યા વિના છૂટકો નથી
મદીરાલયમાં ખુબ પીધું તોય તરસ્યા રહ્યા
આંખોના સરબતને પીવરાવ્યા વિના છુટકો નથી
પ્રેમમાં ઝરણું નહિ તો ઝાંઝવાનો આભાસ છે
યાદના મોહક ભરમને સાચવ્યા વિના છુટકો નથી
ના સમજો દિલને તો કહેવાને મતલબ નથી
મૌન કેરા મોઘમને સજાવ્યા વિના છુટકો નથી
અજાણ્યા થઈ આગને સામે ચાલી આપે હવા,
સમયનું બહાનું ધરે કે હોલવ્યા વિના છૂટકો નથી .
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply