એક તાલ ભીતર મહીં રહેતો હતો એ ક્યાં ગયો ?
શ્વાસ મારો હતો મુજને ત્યજીને એ ક્યાં ગયો ?
અમ છોરુંઓ ના જીવનમાં બોજ ભારેખમ ભરી
આંસુ હેલી પાંપણ ને કોરે ભરાવી એ ક્યાં ગયો ?
અસ્ત એ સુરજ થયો અંધકારના ટોળા ઉમટ્યા
જીવનના બધા સાર કહી સારથિ એ ક્યા ગયો?
કાલનો જીવંત ચહેરો, વેરતો સ્મિત તણાં ફૂલડાં
હાર સુખડનો વીટીને ચિત્ર થઇ એ ક્યા ગયો?
દરિયો ભરી વિરહ જળ ‘બા’ની સ્મૃતિમાં વહ્યાં
કુંભ અસ્થિનો બે હાથોમાં ભરાવી એ ક્યાં ગયો?
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply