એક સવાઇ ક્ષણ ની સાખે !
આભ ઢળે રજકણ ની સાખે !
એકલતાએ સાથ નિભાવ્યો,
તેં દીધેલા વ્રણ ની સાખે !
રેત વચાળે દરિયો ગાળે,
તડકો કાયમ રણ ની સાખે !
સપનું નહિં પણ એક હકીકત,
ટપકે છે આંજણ ની સાખે !
રહી ગઈ અંતે વાત અધૂરી,
પ્રશ્ન વિના ના પણ ની સાખે !
કોઈ ના હોવાની ઘટના,
ઊગે છે દર્પણ ની સાખે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply