એક માસુમ બાળાને હું મારા મહી ક્યાંક શોધું છું.
છેક ભીતર મુજમાં દટાઈ ગઇ છે હું એને ખોળું છું
આંખમાં જો અચરજ વહે મુખ જાળવે ભોળપણ કેવું
આજ પાવડરને ,ગાલમાં લાલી લગાવી મહાલું છું.
કોઈ કાવાદાવા પ્રપંચોં એ અબુઘ જાણતી ન્હોતી
કાયમી એની માસુમિયતને દુવામાં હુ તોલુ છું
વ્હાલ ને સાથે લાગણીની મ્હેક એનામા છલકતી
બહુજ મોઘાં ભાવે મહામૂલા હું હીરાને માગું છું.
નાજુક પરી સ્વપ્નો ભરી આખા જગને માપવા ફરતી
મુગ્ધતાની એ બોલબાલા ને ફરીથી ઢંઢોળું છું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply