એક લાગ્યો અપરાધ તમને પલભર નીરખ્યાનો
એક વાગ્યો ધસમસતો ઘા તમને ફૂલ ફેક્યાનો
જો હું જાગીસ રાતભર તો શું બરકત લાવવાનો
એક આવ્યો મારો બધોય વાંક તમને જોવાનો
માન્યું સપનાની છે વાતો બીજો કોણ જાણવાનો
એક આંખ્યું રાતી બોલી પડી હું જે ના કહેવાનો
હવે ફરમાવો સજા તમે એ જીવનભર સહેવાનો
એક હૈયા થી શરુ કરી આંખો લગી હું રોવાનો
આ વીત્યા વિના કેમ જાણું હું કેટલું ઝીલવાનો
એક ફૂલ, નજર અને સપનું મુને સજા દેવાનો
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply