એક બારીએ ખુલ્યા પછી …
કેટકેટલા દ્રશ્ય દીઠાં.
કળીથી ખીલતા ફૂલ ઉપર
મંડરાતા ભમરા દીઠાં.
અમીર અને ગરીબના
બહુ અજીબ રંગ દીઠાં.
એક બારીએ ખુલ્યા પછી …
ચહેરા મીઠા મિલનના,
વિરહમાં તડપતા લોક દીઠા
જન્મ અને મૃત્યુ વચમાં
ખુશીથી લઈ શોક સુધીના
સાવ અલગ ઢંગ દીઠાં.
એજ બારીએ બંધ થતા …
મોહ માયા સઘળી છોડી
કર્મોને લઇ પ્રયાણ કીધાં.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply