એક અંધારી રાતે
દિવા ના ટમટમાટે
મેં ભીંતને ખખડાવી
અને જબરી ચોંકાવી.
કાળું ડિબાંગ અંધારું
સફાળું જાગ્યું, ગભરાઈને ભાગ્યું.
હવાની હળવી થપાટે
દિવાની કૂખે,
આછાં અજવાસમાં
ઠેરઠેર હલચલ ઉગી.
થોડી યાદો ટેરવે ઉતરી,
આંગળીઓ ના સળવળાટે
પડછાયાની ઓથે, ઓરા નીકળ્યાં,
અને ભીંતે ચડવા માંડ્યા.
એક દીવા ના સથવારે
અંધારી રાતે મેં ભીંતને જીવાડી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply