એક અધુરી વાર્તાને કોઈ પૂરી લખી જાય જો આટલું કઈ થાય
સુખના ઓઠા હેઠળ છુપુ આંસુ સરી જાય જો આટલું કઈ થાય
માથે બળતો બપોર હોય, ને વગડા વચમાં છાયા જડી જાય,
મરુભૂમિ ના પથરા હેઠણ ઝરણું ઝરી જાય જો આટલું કઈ થાય
છટકી જાતા સપનાઓને, કોઈ કીકીઓમાં આવી પુરી જાય
પતંગિયાની બે પાંખો કોઈ ઉધાર દઈ જાય જો આટલું કઈ થાય
યાદ કરે દિલ કોઈ જણને, એ જનમોની પ્યાસ પળમાં ભરી જાય
ગમતું એનું નામ, નામની પાછળ ધરી જાય જો આટલું કઈ થાય.
ચિરપરિચિત સ્પર્શ થી હૈયા મહી એ ભરતીની લહેર ભરી જાય
ને, સંઘ્યા ટાણે મંદિરમાં ઘંટારવ થઇ જાય જો આટલું કઈ થાય.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply