એક આસ જણાવું
પરોવી એક એક તરણું
આજ હું મારું ઘર બનાવું.
ઉડી ચોતરફ,દુરદુર બહુ
ના દીઠું કોઈ ઝાડ, ઝાખરું.
ચારે બાજુ કોન્ક્રીટનું જંગલ.
ક્યા જઈ શોધું તૃણ કે પાંદડું
કેમ કરી હું ઘર સજાવું
ઘર વિના ક્યાં રહેવા જાઉ?
પછી ના કહેતા દેખાતી નથી
ના કહેતા હવે તું આવતી નથી.
કોઈ બતાવો મને મારુ ઠેકાણું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply