એક બીજાથી પ્યાર માંગે છે,
કોણ ઘરમાં દરાર માંગે છે?
એમ નજરો ઊભી છે રસ્તા પર,
કોઈનો ઇંતેજાર માંગે છે
કૈ’ સવાલો સવાર માંગે છે.
રાતનો કોઇ ભાર માંગે છે.
હા, સડકમાં વિકાસ દેખાયો,
ગામડા પણ નિખાર માંગે છે.
એક લાંબી કતારથી જાણ્યું,
આંસુઓ સૌ પગાર માંગે છે.
એ અવસ્થા દુકાન પર આવી,
જ્યાં જરૂરત ઉધાર માંગે છે.
લોક ‘ સિદ્દીક’ની ગઝલ પાસે,
સારા સારા વિચાર માંગે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply