ગાગાગાગા-ગાગાલગા-ગાગાગાગા-ગાગાગા-ગાગાગાગા-ગાગા
દુનિયા આખીને જે નચાવે છે એ કાનો મારી આગળ-પાછળ નાચે છે
આખી દુનિયા સર જ્યા ઝુકાવે છે એ કાનો મારી આગળ-પાછળ નાચે છે
મારીને કંકર ભીજવે મારી કોરી નવરંગી ચુનરી ,છે નખરાળો
મારા ગુસ્સાને જે પચાવે છે એ કાનો મારી આગળ-પાછળ નાચે છે
વરણાગી વેડાઓ બધા એના બહુ પ્યારા એવા ,જે ઘેલી કરતા મુજને
રૂઠેલી જાણીને મનાવે છે એ કાનો મારી આગળ-પાછળ નાચે છે
ગોપી સંગે એ રાસડા લેતો ,પુનમી રાતોમાં કાનો કામણ ભરતો
અંબોડો મુજનો જે સજાવે છે એ કાનો મારી આગળ-પાછળ નાચે છે
બંસીંના નાદે એ કરે છે ઘેલી વૃંદાવનની ગોપી જોડે રાધાને
કામણ કરતો મુજને હસાવે છે એ કાનો મારી આગળ-પાછળ નાચે છે
ઉચકે છે ટચલી આંગળીએ ગોવરઘન જે મુજને કાલાવાલા કરતો
સપનામા આવીને સતાવે છે એ કાનો મારી આગળ-પાછળ નાચે છે
કેવા એ નોખા રૂપ ઘરતો નોખા નામે પૂજાતો જઇ જગ આખામાં
“વ્હાલી રાધે” બોલી પટાવે છે એ કાનો મારી આગળ-પાછળ નાચે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply