દુનિયા આખી જેને આપી માન ને માથે ચડાવે છે
એ જ આવીને મુજના ચરણોમા ફૂલો બિછાવે છે
ક્યા મેં જાણ્યું હતું આટલુ મહત્વ મારા પ્રેમનું
એકધારી ચાહના થકી મુજને એનુ ભાન કરાવે છે
ભમરાના ગુંજન ગુજતા રહે લાગણીના બાગમા
હળવો આપી સ્પર્શ લજામણી સા લાડ લડાવે છે.
નાં હીરા, ના માણેકના કોઈ અભરખા બાકી હવે
કરી શબ્દોના હારતોરા મુજ આતમને સજાવે છે
હારજીત ની ચારેકોર કેવી ભડભડ લાગી છે લાહ્ય.
લાગણીઓ ના દઈ ઓછાયા એ મુજને બચાવે છે
આ રૂદિયાના રાજીપા વિના બીજું ક્યા કશું ખપે એને.
થાય મુજને દર્દ તો થઇ ભડવીર તે આંસુ વહાવે છે.
સઘળું ત્યજીને એક વખત જાવું જ રહ્યું જગમાંથી
પાનાં ભરીને અસ્તિત્વ મુજનુ એ જીવંત રખાવે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply